દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. બજારમાં ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી છે. ત્યારે આ ભીડનો લાભ લેવા માટે ચોર ટોળકી અને ખિસ્સા કાતરૂઓ પણ સક્રિય થઈ ગયાં છે. પોલીસે રાજકોટ અને સુરતમાં ભીડની વચ્ચે પેટ્રોલિંગ હાથ ધર્યું છે. રાજકોટના લાખાજીરાજ અને સુરતના ચૌટાબજારમાં ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે.
ચોરીના કિસ્સા અટકાવવા માટે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું
દિવાળીના તહેવારને લઈને માર્કેટમાં લોકોની ભીડનો લાભ લેવા માટે ચોર ટોળકી અને ખિસ્સા કાતરૂઓની સક્રિયતા વધી ગઈ છે. સુરતના ચૌટા બજારમાં ચોરીના કિસ્સા અટકાવવા માટે પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું છે. આ દરમિયાન એક મહિલા ખરીદી કરી રહી હતી. ત્યારે તેનું પર્સ ચોરાઈ ગયું હતું. તેના પર્સમાંથી 10 હજાર રોકડા અને એક મોબાઈલની ચોરી થઈ જતાં તે પોલીસ કર્મીઓની સામે આંસુ સારતી હતી. મહિલાએ રડતાં રડતાં પોલીસ સામે પોતાની આપવીતી વર્ણવી હતી.













