સાબરકાંઠામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. સાબરકાંઠા જિલ્લાના પોશીના આંજણી રોડ પર બે જીપ વચ્ચે ટક્કર થઈ હતી, જે કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જીપમાં સવાર દસથી વધારે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
અકસ્માતમાં એકનું મોત 10થી વધુ લોકો ઘાયલ
સાબરકાંઠાના પોશીના આંજણી રોજ પર બે જીપ આમનેસામને આવી જવાના કારણે ટક્કર થઈ હતી. જે બાદ એક જીપ રોડની બાજુ પરના ખાડામાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 10થી વધારે લોકો ઘાયલ થયા હતા. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી.













