સાબરકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સ્થાનિક ખાણ ખનીજ વિભાગની ઢીલી કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરથી આવેલી ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડએ હિંમતનગર વિસ્તારમાં દરોડા પાડીને ખનીજ ચોરી કરતા વાહનોને ઝડપી પાડ્યા હતા, જેનાથી સાબરકાંઠાનું સ્થાનિક ખાણ ખનીજ વિભાગ 'ઊંઘતું' રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
સાબરકાંઠામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી
પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરની ટીમે હિંમતનગરના બાયપાસ રોડ પર અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન સાદી રેતી ભરેલી પાંચ ગાડીઓ (વાહનો) ઝડપી પાડવામાં આવી હતી. ગેરકાયદેસર ખનીજ વહન અને ચોરી બદલ આ પાંચેય વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા.













