સાબરકાંઠાના હિંમતનગરમાં હૂડાનો ઉગ્ર વિરોધ શરુ થયો છે. ખેડૂતોએ તેમના વાહનની પાછળ હુડાનો વિરોધ કરતા બેનર લગાવ્યા છે. બેનરમાં લખેલું છે કે ખેડૂતની જમીન ખેડૂતની.. હિંમતનગરના 11 ગ્રામ પંચાયતો સહિત ખેડૂતો હૂડાનો વિરોધ કરી રહ્યા છે અને જો હૂડા રદ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
હિંમતનગરમાં હૂડાનો વિરોધ ઉગ્ર બન્યો
હિંમતનગરમાં હૂડાનો વિરોધ ઉગ્ર બન્યો છે. ખેડૂતોએ ફોર વ્હીલર કાર પાછળ બેનર લગાવ્યા છે. હિંમતનગરમાં દિન પ્રતિદિન હૂડાના કાયદાનો વિરોધ થઇ રહ્યો છે. 11 ગામ પંચાયતો સહિત ખેડૂતો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં ખેડૂતોએ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આ મામલે વિશાળ જાહેર સભા પણ યોજી હતી.













