સાબરકાંઠા જિલ્લાના ઇડર અને વડાલી તાલુકાના કેટલાક ભાગોમાં આજે લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું હતું. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ઇડર તાલુકાના વેટલા, ચૂંલા, ભજપુરા અને પાનોલ જેવા ગામોમાં સારો એવો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વિજયનગર તાલુકાના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.


ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા

લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો અને સ્થાનિક લોકો માટે આ વરસાદ આનંદદાયક સમાચાર લઈને આવ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. એક ટ્રેક્ટર ચાલકે પાણી ભરાયેલા રસ્તાનો વીડિયો પણ બનાવ્યો હતો. જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાણીનો પ્રવાહ કેટલો તેજ છે.

વિજયનગર તાલુકા માં પણ અમુક ભાગોમાં વરસાદી માહોલ

આ વરસાદથી ખેતીના પાકોને જીવતદાન મળ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ખેંચાયેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં હતા. પરંતુ આ વરસાદથી પાકને જીવનદાન મળ્યું હતું. હવે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે આ વરસાદની સિઝન ચાલુ રહે અને તેમને સારો પાક મળે.


  • Follow us on: