જામનગર જિલ્લામાં વાગુદડ ગામથી ધ્રોલ તરફ આવતા માર્ગ પર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતુ. આ ચેકિંગ દરમિયાન પોલીસે શંકા જતા એક ઈકો ગાડીને રોકી હતી. આ ગાડીમાં ત્રણ લોકો બેઠા હતા. પોલીસે તેમને પુછપરછ કરીને ગાડીથી બહારઉતાર્યા અને ગાડીની તપાસ કરી. ગાડીની ચકાસણી કરતા પોલીસે આ ઈકો ગાડીમાંથી વિદેશી દારૂના ચપલા મળી આવતા આ ત્રણે શખ્સ વિરુદ્ધ પાલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. આ દારૂના ચપલા ગાડીની ડેકીમાં સંતડીને વઈ જવામાં આવી રહ્યા હતા.
દારૂના ચપલાઓને કબજે કરી કાર્યવાહી હાથ ધરી
પોલીસે ઈકો ગાડીમાંથી વિદેશી દારૂના 220 ચપલા ઝડ્પ્યા હતા. વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો ગાડીમાં છુપાવીને લઈ જતાં ત્રણે શખ્સોને પોલીસે હિરાસતમાં લીધા હતા. પોલીસે ગાડીમાંથી કુલ રૂ. 2,58,080નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાડીમાં સવાર ત્રણ શખ્સો લીલેશ રણસિંહ બામનીયા, મેરૂભાઈ નરશીંગભાઈ બામનીયા અને અરવિંદ રૂપસિંહ પસાયાની પોલીસે તાત્કાલિક ધેરણે અટકાયત કરી હતી. પોલીસે દારૂના ચપલાઓને કબજે કરી આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ
અવાર નવાર આવી રીતે લવાતા વિદેશી દારૂને ઝડપી પાડવા પાલીસ સતત પ્રયત્નશિલ રહે છે. જેના કારણે જામનગર પોલીસે આ દારૂનો જથ્થો ઝડપી મોટી સફળતા મેળવી છે. પોલીસ દ્વારા માર્ગો પર થતા ચેકિંગના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. અવનવા કિમયા અપનાવી બુટલેગરો દારૂની હેરાફેેરી કરતા હોય છે. જ્યારે પોલીસ દ્વારા આવા પરાક્રમો કરી બુટલેગરોને સાવચેત થવાનાી પણ ચેતવણી આપતા હોય છે.