જામનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સિક્યોરિટી સર્વિસના માલિક અને સુપરવાઈઝર પર છ લોકોના જૂથે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. જેના કારણે ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટના જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. વિસ્તારમાં બની હતી. સિક્યોરિટી એજન્સીના સુપરવાઈઝર સંજીવકુમાર સાથે કેટલાક લોકોએ ગાળાગાળી કરીને ઝઘડો શરૂ કર્યો હતો.
સિક્યોરિટી સર્વિસના માલિક અને સુપરવાઇઝર પર 6 લોકોનો હુમલો













