Jamnagarની ચેમ્બર કોલોનીમાં ઝાડની ડાળી કાપવા ચઢેલા યુવકનું વીજ કરંટથી મોત
જામનગર શહેરના ચેમ્બર કોલોની વિસ્તારમાં આવેલ અમરનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં એક દુઃખદ દુર્ઘટના બની હતી. જેમાં ઝાડની ડાળી કાપતી વખતે એક યુવકને વીજ શોક લાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને કારણે વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. યુવક મંદિરના પટાંગણમાં ઝાડની ડાળી કાપી રહ્યો હતો. આ દરમિયાન ઝાડની એક ડાળી ત્યાંથી પસાર થતી 66 KVની ઇલેક્ટ્રિક લાઇનને અડકી ગઈ હતી.













