અસમાજિક તત્વો દ્વારા કરવામાં આવતી મારામારીના અનેક કિસ્સાઓ આપણે જોઈએ છીએ, ત્યારે રાજ્યમાં પંચાયતની સામાન્ય ચૂંટણીઓ તો પૂરી થઈ પરંતુ કોણે મને મત નથી આપ્યો તેવું મનમાં રાખીને મારામારીનો મામલો સામે આવ્યો છે. જેમાં જામનગર તાલુકાના જગા મેડી ગામના ખેડૂતને મત નહીં આપવાનું ભારે પડયું છે. જગા મેડી ગામના 61 વર્ષીય બુઝુર્ગે અવસરભાઈ પરસોત્તમભાઈ ભાલોડીયા નામના ખેડૂતને ચૂંટણીમાં મત નહી આપ્યા બાબતે વેર રાખી માર મારવામાં આવ્યો છે. અવસરભાઈ ભાલોડીયા કે જેઓએ ગત ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદ માટે ઉભેલા આરોપી દિલીપ ગોહિલને મત આપ્યો ન હોવાથી તેમને માર મારવામાં આવ્યો છે તેવું જાણવા મળ્યું છે.


બોલાચાલી બાદ વૃદ્ધ પર લોખંડની પાઇપથી હુમલો

સામાન્ય ચૂંટણીમાં મત નથી આપ્યા તેવી મનમાં ખુન્નસ રાખીને આરોપી દિલીપ ગોહિલે અવસર ભાલોડીયા સાથે જીભાજોડી કરી અને ઉશ્કેરાટમાં આવી જઈ લોખંડની પાઇપ મારી બુઝુર્ગનો પગ ભાંગી નાખ્યો. અવસરભાઈને પગમાં ગંભીર ઇજા પહોંચતા જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે અવસર ભાઈએ જામનગર પોલીસને ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

આવી ઘટના અગાઉ પણ બની હતી જેમાં રાજકોટ શહેરના ભરચક વિસ્તારમાં અને બજરંગ પોલીસ ચોકીની બિલકુલ સામે જ હવા ભરવાના રૂપિયા બાબતે મારામારીની ઘટના સામે આવી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં ત્રણ લોકો જાહેરમાં મારામારી કરતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યા હતા. મારામારી કરનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી હતી.

  • Follow us on: