ગેરકાયદેસર દબાણોના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ પડે છે તેને લઈને ડિમોલિશનની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના શાપર નજીકના વિસ્તારોમાં મેગા ડિમોલિશન કામગીરી શરુ કરવામાં આવી છે. શાપર નજીક સરકારી અને ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર કરવામાં આવેલા દબાણની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં સરકારી જમીન પર 20 બિનકાયદેસર બાંધકામો અને 30 જેટલા ગૌચર જમીન પર થયેલા દબાણો દૂર કરાયા છે.


સરકારી તથા ગૌચર જમીનમાંથી દબાણ દૂર થયા

જામનગરમાં શાપર નજીક મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારથી આ મેગા ડિમોલિશન ઓપરેશનમાં અંદાજે 100 વિઘા જેટલી સરકારી જગ્યાએ કરવામાં આવ્યું છે. જેમાં કરોડોની કિંમતી જમીન પર દબાણો દુર કરવામાં આવ્યા છે. સરકારી તથા ગૌચર જમીનમાંથી દબાણ દૂર કરવામાં આવ્યું છે. કુલ મળીને સરકારી ખરાબામાં 20 બિનકાયદેસર બાંધકામો અને 30 જેટલા ગૌચર જમીન પર થયેલા દબાણો દુર કરાયા છે. જેથી લોકોને અવરજવર માટે ખુલ્લી જગ્યા તથા પશુપાલકોને ગૌચર જમીન મળી રહેશે.

દબાણો દુર કરતાં લોકોને થશે રાહત

અગાઉ પણ આવી જ રીતે આણંદ મહાનગરપાલિકાની અમલવારી બાદ કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં તંત્ર દ્વારા તબક્કાવાર દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. જેમાં એએમસીના ડેપ્યુટી મ્યુની કમિશ્નર એસ.કે.ગરવાલના વડપણ હેઠળ મનપાની દબાણ હટાવી ટીમ તેમજ અવકુડાના અધિકારીઓની સંયુક્ત ટીમે ચુસ્ત બંદોબસ્ત હેઠળ રાજશિવાલ. સિનેમા વિસ્તારમાં ટીપી 10 ઉપર ખડકાયેલા 10 પાકા તથા 2 કાચા મકાનો-દબાણો ઉપર બુલડોઝર ફેરવી 15 મીટર જગ્યા ખુલ્લી કરી હતી. સાથોસાથ ખુલ્લી થયેલી જગ્યામાં રાતોરાત માર્ગનુ નિર્માણ કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવાયો હતો. જેથી અવરજવર માટે જગ્યા ખુલ્લી થતાં રહીશોમા રાહતની લાગણી વ્યાપી હતી.


  • Follow us on: