વડોદરા ગંભીરા પુલ દુર્ઘટનામાં બાદ સરકાર દ્વારા રાજ્યભરમાં વિવિધ કામગીરી કરવામાં આવી ત્યારે આજરોજ રાજ્યના પ્રભારી સચિવ અનુપમ આનંદ જામનગર પહોંચ્યા હતા અને જામનગર કલેકટર, મ્યુ.કમિશનર, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ પુલની સ્થળ મુલાકાત કરી હતી.


મેજર બ્રિજ અને માયનોર બ્રિજની સ્થળ મુલાકાત લીધી

આ સાથે ચોમાસા દરમિયાન જામનગર માર્ગ, પુલ, જર્જરિત ઈમારતો વિશે માહિતી મેળવી અધિકારીઓને જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ હતી. રાજ્યમાં બ્રીજ દુર્ઘટના બન્યા બાદ સરકારી તંત્ર માર્ગ સલામતી માટે સતેજ થયું છે ત્યારે આજ રોજ રાજ્ય સરકારના પ્રભારી સચિવ જામનગર પહોંચ્યા હતા અને તેઓએ જામનગર શહેર અને જિલ્લામાં આવેલ મેજર બ્રિજ અને માયનોર બ્રિજની સ્થળ મુલાકાત લઈ ચકાસણી કરવામાં આવી હતી.

ત્રણેય વિભાગના ઈજનેર સહીતના અધિકારીઓ સાથે રહ્યા હતા

ચોમાસા બાદ જામનગરમાં રોડ-રસ્તા, પુલ, જર્જરિત ઇમારતો અંગેની વિશેષ માહિતી મેળવી હતી. સચિવ દ્વારા જિલ્લામાં કેટલા બ્રિજ છે હાલ શું સ્થિતિ છે તેનો સ્થળ પર પહોંચી ચિતાર મેળવ્યો હતો. પ્રભારી સચિવે જામનગર જિલ્લાની મુલાકાત બાદ જામનગર કલેકટર કચેરી ખાતે લગત વિભાગ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી અને તમામ લગત વિભાગો પાસેથી કામગીરી અંગે માહિતી મેળવીને અધિકારીઓને સૂચના આપી હતી. આ સમગ્ર મામલે વિસ્તૃત અહેવાલ સરકારને મોકલી જરૂરુ કાર્યવાહી હાથ ધરવામા આવશે તેવી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રભારી સચિવ અનુપમ આનંદ સાથે કલેકટર કેતન ઠક્કર, કમિશ્નર દિનેશ મોદી, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, માર્ગ મકાન જિલ્લા પંચાયત અને જામનગર મહાનગર પાલિકા એમ ત્રણેય વિભાગના ઈજનેર સહીતના અધિકારીઓ સાથે રહ્યા હતા.


  • Follow us on: