રાજકોટ–કાલાવડ રોડ પર આવેલ નિકાવા ગામ પાસે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી એસ.ટી. બસ અને રસ્તા કિનારે ઉભેલી બોરવેલ મશીન વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસમાં સવાર મુસાફરોમાંથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટના સ્થળે સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
કાલાવડ રોડ પર એસ.ટી. બસનો અકસ્માત













