જામનગરમાં અંધઆશ્રમ આવાસના 45 નંબરના એક ફ્લેટમાં કુટણખાનું ચલાવતું હોવાનું અને એક મહિલા સંચાલક દ્વારા બહારથી રૂપલલનાઓને બોલાવીને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવતા ગઈકાલે મોડી રાત્રે પોલીસે દરોડો પાડયો હતો અને કુટણખાનામાંથી એક પુરુષ ગ્રાહક અને 3 મહિલાઓને શોધી કાઢી હતી. ઉપરાંત કુટણખાના સંચાલક મહિલાની અટકાયત કરી લઈ તેની પાસેથી રૂપિયા 6,300ની રોકડ રકમ કબજે કરી છે.


પોલીસે બાતમીના આધારે તપાસ કરી સમગ્ર મામલો પકડ્યો

જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં બ્લોક નંબર 45માં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની લુહાર જ્ઞાતિની મહિલા દ્વારા પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટે પોતાના ઘરમાં બહારથી સ્ત્રીઓને બોલાવી દઈ કુટણખાનું ચલાવી રહી છે તે પ્રકારની બાતમીના આધારે સીટી ડીવાયએસપી ઉપરાંત મહિલા પી.એસ.આઈએ અન્ય પોલીસ ટુકડીને સાથે રાખીને ઉપરોક્ત સ્થળે ગઈકાલે મોડી રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન એક રૂમની અંદરથી એક સ્ત્રી અને પુરુષ કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે રૂમમાં અમદાવાદ અને રાજકોટની સ્ત્રીઓ હાજર મળી આવી હતી અને પુરુષ ગ્રાહકોની હવસ સંતોષવા માટેની વ્યવસ્થા કરાઈ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

સિલાઈ કામ કરતી મહિલા કમિશન પેટે 1000 રૂપિયા ઉઘરાવતી!

આ સમગ્ર કાર્યવાહી બાદ મહિલા પીએસઆઈ જાતે ફરિયાદી બન્યા હતા અને જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં કુટણખાનું ચલાવનાર સંચાલક નીતાબેન મહેન્દ્રભાઈ વાળા સામે ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ મુજબ ગુનો નોંધ્યો છે, જ્યારે પુરુષ ગ્રાહકો માટેની એકત્ર થયેલી રૂપિયા 6300 રોકડા અને અન્ય સામાન કબજે કરી લેવામાં આવ્યો છે. જામનગરના અંધ આશ્રમ વિસ્તારમાં રહેતી નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામની મહિલા કે જે પોતે સિલાઈનું કામ કરતી હતી, પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવાના ભાગરૂપે પોતાના ઘરમાં કુટણખાનું ચલાવવાનું નક્કી કરી લીધું હતું અને શહેરના લગ્નના જીવનસાથી ન હોય તેવા પુરુષો, તેમજ સ્ત્રીઓ સાથે મૈત્રી સંબંધ ન હોય તેવા પુરુષ ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હતી.

જેના માટે અમદાવાદથી બે અને રાજકોટથી એક મળી ત્રણ સ્ત્રીઓને પુરુષોની હવસ સંતોષવા માટે બોલાવવામાં આવી હતી. જેમાં પોતે પ્રત્યેક પુરુષ ગ્રાહક પાસે 1000 ઉઘરાવતી હતી અને તેમાં પોતાની પાસે 500 રૂપિયા રાખી લેતી અને 500 રૂપિયા બહારથી આવેલી મહિલાને આપવામાં આવતા હતા. આખરે પોલીસે તે અંગેની બાતમીના આધારે દરોડો પાડયો હતો અને કુટણખાનું પકડી પાડ્યું હતું. આ કાર્યવાહીને લઈને અંધ આશ્રમ આવાસ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે અને મોડે સુધી સ્થાનિક રહેવાસીઓ ટોળા સ્વરૂપે એકત્ર થઈ ગયા હતા.

  • Follow us on: