જુનાગઢ શહેરના ડુંગરપુર વિસ્તારમાં ફરી એકવાર વન્ય પ્રાણીના આંટાફેરાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. થોડા સમય પહેલા અહીં સિંહ જોવા મળ્યા બાદ હવે એક ખૂંખાર પ્રાણી ઝરખ જોવા મળ્યું હતું. જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ભેલાયો હતો. ઝરખના આંટાફેરા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ડુંગરપુર વિસ્તારમાં આવેલી એક સિમેન્ટ ફેક્ટરી નજીક ઝરખની અવરજવર જોવા મળી હતી.
ડુંગરપુર પાસે ઝરખની અવરજવર













