જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ચોરવાડ નજીક એક અત્યંત દુઃખદ ઘટના બની છે. જેમાં મેઘલ નદીમાં ડૂબી જવાથી એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે. આ યુવક મોરબી જિલ્લાના ટંકારાનો હોવાનું સામે આવ્યું છે. કોઈ કારણોસર આ યુવક મેઘલ નદીના પાણીમાં ડૂબી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.


માળીયા હાટીનાના ચોરવાડ પાસેની ઘટના

યુવકને બચાવવા માટે સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. ઘણા પ્રયાસો બાદ તરવૈયાઓએ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મામલતદાર અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે.

તરવૈયાની મદદથી મૃતદેહ બહાર કઢાયો

પ્રાથમિક તપાસમાં મૃતક યુવક મોરબીના ટંકારાનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર કુદરતી જળાશયોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં નદીઓમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી જોખમ વધી જાય છે.


  • Follow us on: