જૂનાગઢના દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર્વત પર વરસાદથી પાણીની આવક થઈ રહી છે. શહેરમાં 3 ઈંચ વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું છે. ભાદરવી અમાસ નિમિત્તે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગિરનાર પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો છે. કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. દામોદર કુંડ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. વંથલી અને ભેંસાણ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.


દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું

શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદથી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહી રહી છે. શહેરના એમ જી રોડ, દોલતપરા, મધુરમમાં વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.  કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે.

ભારે વરસાદથી કાળવા નદીમાં ઘોડાપૂર 

જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ જિલ્લામાં બે દિવસ અગાઉ પડેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજ્યામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં 2 વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

  • Follow us on: