જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ જનજીવનને તો અસર કરી જ છે પરંતુ હવે હિંસક પ્રાણીઓની દહેશતે લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. બાલાગામ-ખેડા પંથકમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં એક દીપડો દેખાયો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો હતો. વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક દીપડો પાણીથી ઘેરાયેલા વિસ્તારમાં એક દિવાલ પર બેઠેલો છે.
પૂરગ્રસ્ત વિસ્તારમાં દીપડો દેખાતા ગભરાટ













