જૂનાગઢ જિલ્લામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે. કણજા ગામેથી 3 લોકોનું NDRFએ રેસ્ક્યુ કર્યું છે. કેશોદના બાલાગામમાંથી 4 લોકોનું કરાયું રેસ્ક્યુ છે. બાલાગામમાં પાણી ભરાતા 4 લોકો ફસાયા હતા. NDRFએ 2 મહિલા અને 2 પુરુષનું રેસ્ક્યુ કર્યુ છે. જૂનાગઢનો ઘેડ પંથક ભારે વરસાદથી જળબંબાકાર થયો છે. જિલ્લાની તમામ નદી નાળા ડેમ એવરફ્લો થયા છે. મઢડા, મૂળિયાસા, જોનપુર, બામણાસા અનેક ગામો થયા સંપર્ક વિહોણા થયા છે.
જૂનાગઢમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું
કેશોદનું સોનલ મઢડા ગામ બેટમાં ફેરવાયું છે. ઉપરવાસમાં વરસાદના કારણે ગામમાં ઘોડાપુર આવ્યું છે. ભારે વરસાદથી ધેડ પંથકમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી છે. જોનપુર,મઢડા સહિતના ગ્રામ્ય પંથકોમાં પૂર આવ્યું છે. જૂનાગઢના બાંટવામાં ભારે વરસાદથી મુખ્ય બજારમાં દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. વેપારીઓને લાખોના નુકસાનની શક્યતા છે.
ભારે વરસાદને પગલે કોઝવે તૂટ્યો
ભારે વરસાદને પગલે જૂનાગઢની ઓઝત નદી ગાંડીતૂર બની છે. ઉમિયાધામ ગાંઠીલા નજીકનો કોઝ વે પૂરમાં ધોવાયો છે. ઉમિયાધામ ગાંઠીલા જતા શ્રદ્ધાળુંઓ અટવાયા હતા. ધળફુલીયા ગામમાં ભારે વરસાદને પગલે કોઝવે તૂટ્યો છે. માણાવદર તાલુકામાં વરસાદી કહેર જોવા મળ્યો છે. પાદરડી ગામમાં પાળા તૂટ્યા છે. 4થી વધુ પાળા તૂટી જતા ભારે તારાજી જોવા મળી છે. ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસ્યા છે.