જૂનાગઢના ધાર્મિક પ્રવાસન સ્થળો પર અનેક પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે હાલમાં ચોમાસાની સિઝનમાં ગિરનાર અને જૂનાગઢના અન્ય સ્થળો પર પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે. કેટલાક પ્રવાસીઓ જૂનાગઢના ગૌરક્ષક આશ્રમમાં જમવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતાં. આ દરમિયાન પ્રવાસીઓ અને સાધુઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. તે ઉપરાંત અન્નનો બગાડ નહીં કરવાની સૂચના આપતા ઝપાઝપી શરૂ થઈ હતી. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. જેમાં એક યાત્રિકને ઈજા પહોંચી હતી.
જમવાની લાઈનમાં ઉભા ની બાબતે થઈ હતી બબાલ













