જૂનાગઢમાં અમુક વિસ્તારોમાં અશાંતધારાની માગ ઉઠી છે, ખામધ્રોળ રોડ, ઉપરકોટમાં અશાંતધારાની માગ ઉઠી છે, જોશીપરાના વિસ્તારોમાં અશાંતધારાની માગ ઉઠી છે અને ભૂતકાળમાં બનેલી ઘટના સહિત માહિતી એકત્ર કરાશે, કમિટી માહિતી એકત્ર કરીને તૈયાર કરશે રિપોર્ટ અને ક્યા ક્યા અશાંતધારો લાગુ થઈ શકે તે રિપોર્ટ તૈયાર કરશે કમિટી.


રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટરને દરખાસ્ત મૂકાશે

જૂનાગઢ શહેરના અનેક એવા વિસ્તારો છે કે, જ્યાં અશાંત ધારો લાગુ કરવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, જેને લઈને હવે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં પોલીસ અને મામલતદારની અધ્યક્ષતામાં આ ટાઉન પ્લાનિંગ વિભાગ, સીટી સર્વેયર સહિત જુદા જુદા વિભાગના અધિકારીઓની કમિટી બનાવાઈ છે જે કમિટી દ્વારા નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે.

કયા કયા વિસ્તારમાં અશાંત તારો લાગુ થઈ શકે અશાંતધારો લાગુ કરવો કે નહીં જેને લઈને આ કમિટી સૂચનો કરશે

નકશામાં વિસ્તારની માહિતી, ભૂતકાળમાં બનેલી ઘટનાઓ સહિતની વિસ્તૃત માહિતી આ કમિટી દ્વારા એકત્રિત કરવામાં આવશે અને રિપોર્ટ તૈયાર કરાશે. કયા કયા વિસ્તારમાં અશાંત તારો લાગુ થઈ શકે અશાંતધારો લાગુ કરવો કે નહીં જેને લઈને આ કમિટી સૂચનો કરશે અને બાદમાં રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટરને દરખાસ્ત મુકવામાં આવશે. જૂનાગઢના ખામધ્રોળ રોડ ,ઉપરકોટ અને જોશીપરાના અનેક વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા રજૂઆતો કરવામાં આવી હતી જેને લઈને હવે કમિટી દ્વારા સરવે સહિતની કામગીરી શરૂ કરાઈ છે .

  • Follow us on: