જુનાગઢમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો થયો છે. ખાણ ખનિજ વિભાગની ટીમ જ્યારે તપાસ કરવા ગઇ ત્યારે રોયલ્ટી પાસ વગર જણાઇ આવેલા ટ્રકને જપ્ત કર્યો હતો અને આ ટ્રકને છોડાવવા માટે હુમલો કરાયો હતો.


રાજ્યમાં ખનીજ માફિયા હવે બેફામ બની રહ્યા છે

રાજ્યમાં ખનીજ માફિયા હવે બેફામ બની રહ્યા છે અને તેમને કાયદાનો પણ કોઇ ડર રહ્યો નથી. અવાર નવાર ખાણ ખનિજ વિભાગની ટીમ પર હુમલો થવાના સમાચારો આવેલા છે ત્યારે જૂનાગઢમાં ખાણ ખનિજ વિભાગની ટીમ પર પણ હુમલો કરાયો હોવાનો બનાવ બન્યો છે.

રોયલ્ટી પાસ વગર પકડાયેલ ટ્રકને છોડાવવા માટે હુમલો

રોયલ્ટી પાસ વગર પકડાયેલ ટ્રકને છોડાવવા માટે ખાણ ખનિજ વિભાગની ટીમ પર ખનિજ માફિયાઓએ હુમલો કર્યો હતો. ખનીજ માફિયાઓએ ટ્રકમાંથી રેતી ખાલી કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

કર્મચારીઓએ ટ્રક અટકાવતા ખનિજ માફિયાઓએ તેમની સાથે ઝપાઝપી કરી

કર્મચારીઓએ ટ્રક અટકાવતા ખનિજ માફિયાઓએ તેમની સાથે ઝપાઝપી કરી હતી જેથી ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા બે શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.


  • Follow us on: