પાણીની અછતને કારણે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે, જૂનાગઢનો ગિરનાર પર્વત, જે પવિત્ર યાત્રાધામ અને પ્રકૃતિની સુંદરતાનું ધામ છે, ત્યાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. જોકે, આ પર્વત પર પીવાના પાણીની અને અન્ય વપરાશના પાણીની સમસ્યા એક મોટો પડકાર બની રહે છે, ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમીમાં, પગથિયાં ચઢીને ઉપર આવતા યાત્રાળુઓ માટે પૂરતું અને ઠંડુ પીવાનું પાણી મળવું મુશ્કેલ બની જાય છે. પાણીની અછતને કારણે યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે.
ગિરનાર પર્વતની ઊંચાઈ અને દુર્ગમતાને કારણે પાણી પહોંચાડવું એક જટિલ કાર્ય છે
ભવનાથ વિસ્તાર અને ગિરનાર પર્વત પર પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, જેના કારણે પાણીની બોટલોનું પરિવહન અને વેચાણ પણ અસરગ્રસ્ત થયા છે. વેપારીઓ માટે પાણીના જગ ઉપર સુધી પહોંચાડવા અશક્ય અને મુશ્કેલ છે, જેથી ઉપર છેક સુધી પાણી પહોંચવું સંભવ નથી જેથી અહીં આવતા યાત્રાળુઓને પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ગિરનાર પર આવતા યાત્રાળુ ને કોઈ મુશ્કેલી ન પડે અને પીવાનું પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા બોર્ડ અંતર્ગત પાણી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યું છે.













