ગુજરાતમાં રસ્તા પર રખડતાં શ્વાનનો આતંક વધી રહ્યો છે. ખસીકરણની પ્રક્રિયા થતી હોવા છતાં રસ્તા પર શ્વાનોની સંખ્યા વધી રહી છે. લોકો પર શ્વાનો દ્વારા હુમલા થતાં તંત્ર સામે રોષ ફેલાયો છે. જૂનાગઢના માંગરોળમાં રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે. લોકો અન પશુઓ પર હુમલો કરતાં ફફડાટ ફેલાયો છે.
20 જેટલા પશુઓને પણ શ્વાને બચકા ભર્યા
જૂનાગઢના માંગરોળમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે. ભાટ ગામમા રસ્તે રખડતા શ્વાને 10થી વધુ લોકો પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત 20 જેટલા પશુઓને પણ બચકાં ભર્યા હતાં. શ્વાનના હુમલાને કારણે ઈજાગ્રસ્ત થયેલા લોકોને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ ઈજાગ્રસ્તોમાં મોટા ભાગના લોકો વૃદ્ધ હોવાનું જાણવા મળ્યું છે.













