ગુજરાતમાં ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ ચાલુ કરાઈ હતી. ત્યાં જ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં આ ત્રણેય આતંકીઓનો હાથ હોવાની સુરક્ષા એજન્સીઓને કડી મળી હતી. જેના કારણે સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપી દેવાયું હતું. ગુજરાત પોલીસ એલર્ટ થઈને રાજ્યના અનેક વિસ્તારોમાં સઘન ચેકિંગ કરી રહી છે. આ દરમિયાન જૂનાગઢના માંગરોળમાંથી પોલીસે બે શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત કરી છે.
માંગરોળમાં બે શંકાસ્પદ કાશ્મીરીઓની પોલીસે અટકાયત કરી
જૂનાગઢમાં પોલીસે હોટેલ અને જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં માંગરોળમાં બે શંકાસ્પદ કાશ્મીરીઓની પોલીસે અટકાયત કરી છે. બંને સગા ભાઈઓ છે અને પૂંછના ફાગલા ગામના હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. જુનેદ અને નિયાસ મુકરાણીની પોલીસે અટકાયત કરી છે. પોલીસે બંને લોકોની પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેઓ મદરેસામાંથી દાન મેળવતા હોવાની માહિતી સામે આવી છે. તેઓ બે દિવસ પહેલા જ માંગરોળ આવ્યા હતાં.













