ભરૂચ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવાને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા છે. ત્યાં જૂનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડમા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે 31 લાખથી વધુના ખાતર કૌભાંડમાં વંથલીના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મનસુખ પાડલીયાની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેકથી નાણાં ઉપાડ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના વંથલીમાં ખાતર કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનસુખ પાડલિયાની 31 લાખથી વધુના ખાતર કૌભાંડમા પોલીસે ધરપકડ કરી છે. આ કૌભાંડમાં ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે ખેડૂતોને ખાતર વેચીને મંડળીમાં પૈસા જમા નહીં કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મંડળીના પ્રમુખ અને મંત્રીએ ચેકથી નાણાં ઉપાડ્યા હોવાનું પણ સામે આવ્યું છે.













