જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા બીજી નવેમ્બરથી પાંચમી નવેમ્બર સુધી યોજાશે. આ પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભવનાથ ખાતે આવશે. જેને લઈને તંત્ર દ્વારા પાર્કિંગ અને રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. જાહેર પાર્કિંગ સ્થળોમાં નીચલા દાતાર પાસે ખુલ્લી જગ્યામાં તમામ પ્રકારના વાહનો માટે અને જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ટુ વ્હિલર પ્રકારના વાહનોનું પાર્કિંગ રાખવામાં આવ્યું છે.


આ રસ્તાઓ વન વે જાહેર કરાયા અને પાર્કિંગની સુવિધા અપાઈ

ખાનગી પાર્કિંગ માટેના સ્થળોમાં જીવરાજભાઈ ઓધવજીભાઈ સોલંકીની વાડી મહાસાગર, મજેવડી રોડ જુના દારૂખાનાની ખુલ્લી જગ્યા, શશીકાંતભાઈ દવેની વાડી ,કાળુભાઈ સુખવાણીની વાડી મજેવડી દરવાજાથી ભવનાથ તરફ જતા રસ્તે તમામ પ્રકારના વાહનો માટે ખાનગી પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. રનાર લીલી પરિક્રમા દરમિયાન ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા અને ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટેના રસ્તાઓ વન વે જાહેર કરવામાં આવ્યા છે.

ફટાકડાનું વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કરીને એક માર્ગીય રસ્તા જાહેર કર્યા છે.તેમાં જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા માટે ભરડાવાવથી સ્મશાન સુધી અને વડલી ચોકથી ભવનાથ મંદિર મૃગીકુંડક તળાવની પાળ સુધી અને ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટે મંગલનાથની જગ્યાએથી વડલી ચોક સુધી અને સ્મશાનથી ગિરનાર દરવાજા સુધીના એક માર્ગીય રસ્તો રહેશે.ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં આગ લાગવાના અને અનિચ્છનીય બનાવો ન બને તે માટે ગિરનાર પરિક્રમા રૂટમાં જંગલ વિસ્તારમાં કોઈપણ પ્રકારના ફટાકડા લઈ જવા, વેચાણ કરવા તેમજ ફોડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


  • Follow us on: