ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે, આ સ્પેશિયલ ટ્રેનની સેવા 11 નવેમ્બર, 2025 સુધી ઉપલબ્ધ રહેવાની હતી, પરંતુ હવે આ સેવા 5 નવેમ્બર, 2025થી તાત્કાલિક અસરથી રદ કરવાની નિર્ણય લેવામાં આવ્યો છે.


રદ કરાયેલી ટ્રેનોઃ

1.ટ્રેન ક્રમાંક 09226 (વેરાવળ–ગાંધીગ્રામ)

2.ટ્રેન ક્રમાંક 09225 (ગાંધીગ્રામ–વેરાવળ)

19 નવેમ્બરનાં રોજ પોરબંદરથી ચાલવા વાળી પોરબંદર–શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન સાંતરાગાછી જંક્શન ખાતે શોર્ટ ટર્મિનેટ થશે

રેલવે પ્રશાસન દ્વારા શાલીમાર સ્ટેશન પર યાર્ડ રીમોડેલિંગ સંબંધિત ઈન્જિનિયરિંગ કામ કરવામાં આવવાને કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાંથી ચલાવાતી પોરબંદર–શાલીમાર સુપરફાસ્ટ ટ્રેનને સાંતરાગાછી જંક્શન સ્ટેશન ખાતે શોર્ટ ટર્મિનેટ તથા શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે.

01-19 નવેમ્બર, 2025ના રોજ પોરબંદરથી નીકળતી ટ્રેન નંબર 12905 પોરબંદર–શાલીમાર સુપરફાસ્ટની મુસાફરી સાંતરાગાછી જંક્શન ખાતે જ પૂર્ણ થશે

02-તેજ રીતે, 21 નવેમ્બર, 2025ના રોજ શાલીમારથી નીકળતી ટ્રેન નંબર 12906 શાલીમાર–પોરબંદર સુપરફાસ્ટની મુસાફરી સાંતરાગાછી જંક્શન પરથી જ શરૂ થશે

આરક્ષિત મુસાફરોને આ બદલાવ અંગેની જાણ SMS એલર્ટ દ્વારા આપવામાં આવશે

ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઉપરોક્ત તારીખોમાં પોતાની મુસાફરી પહેલાં ગાડીઓની સ્થિતિ અને સમય અંગેની નવીનતમ માહિતી માટે NTES એપ અથવા ભારતીય રેલવેની આધિકારિક વેબસાઇટ પરથી માહિતી મેળવી લે. આરક્ષિત મુસાફરોને આ બદલાવ અંગેની જાણ SMS એલર્ટ દ્વારા આપવામાં આવશે. રેલવે પ્રશાસન મુસાફરોને સહકાર આપવા વિનંતી કરે છે તથા થતી કોઈપણ અસુવિધા માટે ખેદ વ્યક્ત કરે છે.

પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનને લિંગમપલ્લી સ્ટેશન પર અસ્થાયી ઠેરાવની સુવિધા

તહેવારો દરમ્યાન યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને તેમજ ભીડ પ્રબંધનના હેતુસર રેલવે પ્રશાસન દ્વારા લિંગમપલ્લી (LPI) સ્ટેશન પર કેટલીક ટ્રેનોને અસ્થાયી ઠેરાવની સુવિધા આપવામાં આવી છે. આ સુવિધા આગામી 06 મહિનાની અવધિ માટે, તાત્કાલિક અસરથી 30 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે.

આ અવધિ દરમિયાન નીચેની ટ્રેનો લિંગમપલ્લી સ્ટેશન પર અસ્થાયી રૂપે રોકાશે

1.ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ–પોરબંદર એક્સપ્રેસ

લિંગમપલ્લી સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય – 15.39/15.40 કલાક

2.ટ્રેન નંબર 20968 પોરબંદર–સિકંદરાબાદ એક્સપ્રેસ

લિંગમપલ્લી સ્ટેશન પર આગમન/પ્રસ્થાન સમય – 06.14/06.15 કલાક

આ અસ્થાયી ઠેરાવની સુવિધા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેથી ક્રિસમસ, નવું વર્ષ અને સંક્રાંતિ જેવા તહેવારો દરમિયાન વધતી ભીડનું અસરકારક રીતે સંચાલન કરી શકાય. આ નિર્ણયથી મુસાફરોને લિંગમપલ્લી સ્ટેશન પરથી મુસાફરી કરવા વધુ સુવિધા અને સરળતા મળશે.

  • Follow us on: