ગુજરાતમાં આજે કડી અને વિસાવદરમાં વિધાનસભા પેટા ચૂંટણી યોજાઈ હતી. આજે 23 જૂનના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં વરસાદનું વાતાવરણ રાજ્યમાં જામ્યું છે. અને વરસાદી વાતારવરમાં આ બંને બેઠકો પર મતદારોએ મતદાન કર્યું હતું. અને આજે પણ વરસાદી વાતારવણમાં ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. જણાવી દઈએ કે વિસાવદરના બે ગામમાં પેટાચૂંટણી બુથ કેન્દ્રમાં ગેરરિતીની લઈને આપ પાર્ટીની ફરિયાદ બાદ પુનઃમતદાન કરાયું હતું. વિસાવદરમાં 54.61 ટકા મતદાન થયું હતું.
વિસાવદર બેઠક
વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટી (AAP)ના ગોપાલ ઇટાલીયા વચ્ચે જંગ છે. જયારે કોંગ્રેસમાંથી નીતિન રાણપરીયાને ટિકીટ આપવામાં આવી હતી. કેન્દ્રીય ચૂંટણીપંચે રવિવારે ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક માટે પેટાચૂંટણીની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે કડીમાં ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન આ બેઠક ખાલી પડતા ચૂંટણી યોજાઈ હતી.
ભાજપને નથી મળી સફળતા
વિસાવદરમાં ચૂંટણીમાં ભાજપને અત્યાર સુધીમાં સફળતા મળી નથી. છેલ્લાં લગભગ 18 વર્ષથી ભાજપ આ બેઠક જીતવામાં નિષ્ફળ રહ્યો છે. છેલ્લે વર્ષ 2007માં ભાજપના કનુભાઈ ભલાળા અહીંથી ચૂંટાઈ આવ્યા હતા. 18 વર્ષ સુધી આ બેઠક ભાજપથી વંચિત રહી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ભાજપને સફળતા મળી હોવા છતાં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક જીતવામાં તે નિષ્ફળ રહ્યો હતો. અહીંથી આમ આદમી પાર્ટીના (આપ) ઉમેદવાર ભૂપેન્દ્ર ભાયાણી ચૂંટાઈ આવ્યા હતા. જે હાલમાં પક્ષપલટો કરી ભાજપમાં સામેલ થયા છે.
બેઠકનું સમીકરણ
વિસાવદરમાં પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ મતદાન કરી ભાજપના કિરીટ પટેલની જીતનો દાવો કર્યો હતો. જો કે આ બેઠક પર કૉંગ્રેસના હર્ષદ રીબડિયા વર્ષ 2017માં અને વર્ષ 2014ની પેટાચૂંટણી વખતે પણ વિજયી થયા હતા. જ્યારે ગુજરાત પરિવર્તન પાર્ટીના સ્થાપક કેશુભાઈ પટેલ વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવતા કૉંગ્રેસના ઉમેદવારનો મૅન્ડેટ ઝૂંટવાઈ જતાં આ બેઠક ઉપર ભાજપ અને જીપીપી વચ્ચે જ મુખ્ય મુકાબલો થયો હતો. વર્ષ 2012માં કૉંગ્રેસના રમેશ ચાવડાએ ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાને પરાજય આપ્યો હતો. જો કે કેશુભાઈએ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં તેમનો પક્ષ ભાજપમાં ભેળવી દેતા આ બેઠક ભાજપના ફાળે આવી હતી. વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ સાબિત થયાં હતાં, ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી વિજયી બન્યા હતા.