ખેડા જિલ્લાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ખાતે એક મોટી દુર્ઘટના બની હતી. જેમા થર્મલના એશ ડાઈકની પાળ અચાનક તૂટી જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનામાં ત્રણ ટ્રેઈલર અને એક હાઈવા સહિત કુલ ચાર વાહનોનો પાણીમાં ગરકાવ થયો હતો. અચાનક પાળ તૂટતાં આ હોનારત સર્જાઈ હતી.


સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી

મળતી માહિતી મુજબ એશ ડાઈકની પાળ તૂટતા જ પાણીનો પ્રવાહ તેજ ગતિએ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં ધસી આવ્યો હતો. પાણીનો તેજ પ્રવાહ ધસી આવતા ત્યાં ઉભેલા તમામ વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. જોકે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હેવાના અહેવાલ નથી.

સ્થાનિકો દ્વારા ફસાયેલા વાહનોમાં સવાર લોકોને બહાર કઢાવાયા

થર્મલના એશ ડાઈકની પાળ તૂટ્યા બાદ તરત જ આસપાસના લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા પાણીમાં ફસાયેલા વાહનોમાં સવાર લોકોને તાત્કાલિક પણે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને વધુ નુકસાન ન થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


  • Follow us on: