ખેડાના સેવાલિયામાં ફાયરિંગ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડરની ફરિયાદ ન લેતા HCની શરણ લીધી હતી. પોલીસને ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે. KGN સોસાયટીના સલીમ વ્હોરા, રમીઝ, અફઝલ, સહલ, સોહેલ, આરીફ,તન્વીર અને ઝાબીર સામે FIR ફરિયાદ દાખલ કરી છે. 2 ફેબ્રુઆરીએ ઘર્ષણમાં 4 રાઉન્ડ ફાયરિગ થયું હતું.


સેવાલિયામાં ફાયરિંગ મુદ્દે ફરિયાદ નોંધાઈ

ખેડાના સેવાલિયામા છ માસ અગાઉના ફાયરિંગ અને રાયોટિંગનો મામલો સામે આવ્યો હતો. બિલ્ડર દ્વારા પોતાની ફરિયાદ ન લેવાતા ગુજરાત હાઇકોર્ટમાં દાદ માંગવામા આવી હતી. જે આધારે ગુજરાત હાઇકોર્ટે પોલીસને ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. પોલીસે હાઈકોર્ટના આદેશ બાદ KGN સોસાયટી ના સલીમ વ્હોરા, રમીઝ, અફઝલ, સહલ, સોહેલ, રીફ,તન્વીર,અને ઝાબીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

બિલ્ડરની ફરિયાદ ન લેતા HCની શરણ લીધી

મહત્વનુ છે કે સેવાલિયાની હમજા સોસાયટીના બિલ્ડર અને KGN સોસાયટીના રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું. બીજી ફેબ્રુઆરીના રાત્રીના ઘર્ષણમાં 4 રાઉન્ડ ફાયરિગ અને તલવારો ઉછળી હતી. 2 ફેબ્રુઆરીએ ઘર્ષણમાં 4 રાઉન્ડ ફાયરિગ થયું હતું. આ ઘટનામાં બિલ્ડરની ફરિયાદ ન લેતા HCની શરણ લીધી હતી. પોલીસને ફરિયાદ દાખલ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.


  • Follow us on: