ખેડા જિલ્લાના કપડવંજ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. સોરણા ગામ નજીક ડંગાની મુવાડી સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલી એક ઇકો કારનું ટાયર ફાટતા તે અનિયંત્રિત થઈને નર્મદા કેનાલમાં ખાબકી હતી. કારમાં એક વ્યક્તિ સવાર હોવાનું અનુમાન છે. જેને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજે સવારે આ દુર્ઘટના બની હતી. કપડવંજ નજીકથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે આવેલા સર્વિસ રોડ પર ઇકો કારનું ટાયર ફાટ્યું હતું.


ટાયર ફાટતા ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવ્યો

ટાયર ફાટતા ચાલકે ગાડી પરનો કાબૂ ગુમાવી દીધો અને ગાડી સીધી કેનાલમાં ખાબકી હતી. ઘટનાની જાણ થતાં જ કપડવંજ પ્રાંત મામલતદાર, પોલીસ વિભાગ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં ઉતરીને ગાડી અને અંદર સવાર વ્યક્તિની શોધખોળ શરૂ કરી હતી.

સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો

અનુમાન છે કે ગાડીમાં એક જ વ્યક્તિ સવાર હતી. પરંતુ ચોક્કસ સંખ્યા જાણી શકાઈ નથી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી હતી. તંત્ર દ્વારા ગાડીને બહાર કાઢવા અને અંદર સવાર વ્યક્તિને શોધવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.


  • Follow us on: