નડિયાદના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે DGP કપ 2025 એથલેટિક્સ અને સાયકલિંગ સ્પર્ધાનો સુભારંભ થયો છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 140 થી વધુ પોલીસ રમતવીરો ભાગ લઇ રહ્યા છે.


પોલીસ રમતવીરો સ્પર્ધામાં ભાગ લેશે

આ સ્પર્ધાનો મુખ્ય ઉદેશ્ય પોલીસકર્મીઓમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાનો અને તેમની શારીરિક તંદુરસ્તી જાળવવાનો છે. સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આગામી ત્રણ દિવસમાં પોલીસ રમતવીરો વચ્ચે કુલ 14 વિવિધ સ્પર્ધાઓ યોજાશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રિદિવસીય સ્પર્ધા યોજાશે

મહત્વનું છે કે, એથલેટિક્સ અને સાયકલિંગની વિવિધ ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં વિજેતા બનનાર રમતવીરોને રાજસ્થાન ખાતે યોજાનારી નેશનલ સ્પર્ધામાં ગુજરાત પોલીસનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ પ્રકારની સ્પર્ધાઓ પોલીસકર્મીઓના મનોબળને મજબૂત બનાવે છે અને તેમને ફરજ દરમિયાન ફિટ રહેવા પ્રેરણા આપે છે.


  • Follow us on: