ખેડાના માતરમાં ખાતરની અછતથી ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. માતર તાલુકામા અપૂરતી ખાતરની આવકના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. માતરના ત્રાજ ખાતર ડેપો પર ખેડૂતોની લાંબી કતારો જોવા મળી છે. ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો હતો. જરૂરિયાત સામે ખાતરનો અપૂરતો જથ્થો મળતા ખોડૂતોમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો. પોતાની જરૂરીયાત જેટલો જથ્થો ન હોવાથી તોમને ત્રાજ ખાતર ડેપોના વારંવાર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો માતરના ત્રાજ ખાતર ડેપોના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. જો ખેડૂતોને યોગ્ય સમયમાં ખાતર નહીં મળે તો તેમના પાકને મોટું નુકસાન થવાનો વારો આવશે. જેને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.


માતરના ત્રાજ ખાતર ડેપો પર ખેડૂતોએ નાંખ્યા ધામા 

મેઘમહેર થતા ખેડૂતોએ ખેતરોમાં વાવેતરની શરૂઆત કરી દીધી હતી. જ્યારે વાવેતરની મુખ્ય જરૂરીયાત ખાતર હોય અને ખેડૂતોને ખાતર જ અપૂરતુ મળે ત્યારે તેમના હાથ બંધાઈ જાય છે. કોઈ પણ ખેડૂત એવું નથી ઈચ્છતો કે તેને આખી સિઝન વેડફાઈ જાય. મોટે ખેડૂતોએ ખાતર માટે માતરના ત્રાજ ખાતર ડેપો પર ધામા નાંખ્યા છે. લાંબી લાઈનોમાં કષ્ટ વેઠીને પણ ખેડૂતો ખાતર લેવા મજબીર બન્યા છે. કારણકે ખેડૂતોને પોતાનો પાક વાવવો અનિવાર્ય હોય છે. આવો કપરો સમય વેઠતા ખેડૂતોને લાંબી લાઈનોમાં પણ ઉભા રહીને ખાતર લેવા મજબૂર બન્યા છે.

જરૂરિયાત સામે ખાતરનો અપૂરતો જથ્થો મળતા મુશ્કેલી

આવા કપરા સમયે ખાતરની અછત સર્જાઈ કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. ઘણા ખેડૂતો ડાંગરની વાવણી કરી ચુક્યા છે. હવે જો ડાંગરની વાવણીમાં ખાતર નહી ઉમેરાય તો ડાંગર પીળી પડી જશે. જો ડાંગર પીળી પડી જશે તો ડાંગરનો પાક નિષ્ફળ જશે. જેમા ખેડૂતોને ખર્ચો માથે પડશે. આવી મુશ્કેલી વેઠવાનો પણ વારો આવી શકે છે. ખેડૂતોને સમયસર ખાતર મળી રહે તે માટે ખોડૂતો લાંબી લાઈનો માં ઉભા રહીને ખાતરની વાટ જોઈ રહ્યા છે. ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી છે કે માતરના ત્રાજ ખાતર ડેપો ખાતે બને તેટલુ ઝડપી અને વહેલી તકે તેમને ખાતરનો પુરવઠો મોકલી આપવામાં આવે. જેથી તેમને વાવણી કરવામાં અને પાકને તૈયાર કરવાનો યોગ્ય સમય મળી રહે.


  • Follow us on: