ખેડાના કપડવંજમાં શાળામાં શારિરીક અડપલા કરનાર શિક્ષકને છ વર્ષની કેદ સજા આપવામાં આવી છે. કપડવંજ કોર્ટે આરોપી શિક્ષકને સજા ફટકારી છે. અખ્તરઅલી સૈયદે વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યા હતા. શિક્ષક વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કોર્ટે શિક્ષકને છ વર્ષની કેદ, 1 લાખનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર સગીરાને એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે.


શિક્ષકને છ વર્ષની કેદ સજા 

શાળામાં વિદ્યાર્થીનીને શારિરીક અડપલા કરનાર આરોપી મુખ્ય શિક્ષકને છ વર્ષની કેદ સજા આપવામાં આવી છે. ખેડાની કપડવંજ કોર્ટ દ્વારા આરોપી મુખ્ય શિક્ષકને કેદની સજા ફટકારાઈ છે. ગત વર્ષે આરોપી મુખ્ય શિક્ષક અખ્તરઅલી સૈયદે પોતાની શાળાની 9 વર્ષની કિશોરી સાથે બે વખત શારીરિક અડપલા કર્યા હતા. સમગ્ર મામલે હેવાન શિક્ષક વિરૂદ્ધ કઠલાલ પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીનીને શારિરીક અડપલા કર્યા

આરોપીને 19 થી વધુ દસ્તાવેજી પુરાવા અને 9 મૌખિક પુરાવા તેમજ સરકારી વકીલ મિનેષ પટેલની દલીલો ધ્યાને લઈ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી અખ્તરઅલી મહેબુબમિયા સૈયદને છ વર્ષની કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે. ભોગ બનનાર સગીરાને રૂપિયા એક લાખ વળતર પેટે ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.


  • Follow us on: