રાજ્યમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. ખેડામાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ખેડાના મહુધાના પોલીસ મથકમાં પાણી ભરાયા છે. પોલીસ મથકમાં જવા ઘૂંટણસમા પાણીમાંથી જવું પડે છે, ફરિયાદીઓ અને પોલીસકર્મીઓ પરેશાન થયા છે. મામલતદાર કચેરી, તાલુકા કચેરીમાં પણ પાણી ભરાયા છે. કચેરીમાંથી સામાન ખસેડવા શ્રમિકો બોલાવાયા છે.
મહુધાના પોલીસ મથકમાં પાણી ભરાયા
મહુધા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ મથકમાં વરસાદી પાણી ભરાયા છે. મહુધા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી કચેરીનો સામાન ખસેડાવા માટે શ્રમીકો બોલાવવા પડ્યા છે. મહુધા પોલીસ મથકમાં ફરિયાદ કરવા જવું હોય તો ઢીંચણસમાં પાણી ડહોળી ને જવું પડે છે. મહુધા મામલતદાર કચેરી અને તાલુકા કચેરીમાં વરસાદના પાણી ભરાવાના કારણે નાગરિકોને ન્યાય આપી શકે તેમ નથી. પોલીસ કર્મચારીઓ પણ પાણીના ભરાવાથી પરેશાન થયા છે.
મહુધા મામલતદાર કચેરીમાં પાણી ભરાયા
ખેડામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાવાના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે. ભારે વરસાદથી મહુધામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પોલીસ મથકમાં વરસાદી ઘૂસી ગયા છે. વરસાદના પાણી ભરાવાના કારણે નાગરિકોને ન્યાય આપી શકે તેમ નથી. પોલીસ કર્મચારીઓ પણ પાણીના ભરાવાથી પરેશાન થયા છે.