કચ્છના અબડાસા તાલુકાના બાયવારીવાંઢ ગામમાં અંગત અદાવતને કારણે બે જૂથ વચ્ચે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. બાયવારીવાંઢ ગામમાં કેટલાક સમયથી બે જૂથ વચ્ચે અંગત અદાવત ચાલી રહી હતી. આ અદાવત એટલી વધી ગઈ કે બંને જૂથના લોકો સામસામે આવી ગયા અને તેમની વચ્ચે જોરદાર મારામારી થઈ હતી.
બાયવારીવાંઢમાં 2 જૂથ વચ્ચે થઈ હતી મારામારી
આ મારામારીમાં બેગમામદ જત નામના એક યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે ભુજની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અબડાસા પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. મારામારીમાં સામેલ બંને જૂથના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.













