કચ્છમાં સ્કૂલવાન અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. નલિયા મામલતદાર કચેરી પાસે અકસ્માતમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સ્કૂલવાન ખાલી હોવાથી દુર્ઘટના ટળી હતી. અકસ્માત થતા લોકના ટોળાં ભેગા થયા હતા. બાઈક ચાલક સ્કૂલવાન સાથે એટલો જોરથી ટકરાયો કે વાનના આગળના ભાગને નુકસાન થયું હતું.


સ્કૂલવાન અને બાઈક વચ્ચે અકસ્માત

નલિયા મામલતદાર કચેરી પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મામલતદાર કચેરી પાસે સ્કૂલવાન અને બાઈક વચ્ચેના અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી. સ્કૂલવાન ખાલી હોવાના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી. અકસ્માત થતા લોકોના ટોળાં ભેગા થયા હતા.

બાઈક ચાલક ઈજાગ્રસ્ત 

બાઈક અને સ્કૂલવાન વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક રોડ પર ઢસડાયો હતો. સ્થાનિક લોકો દ્વારા ઘાયલ બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.સ્કૂલવાનમાં બાળકો ન હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: