કચ્છના ભુજમાં જમીન મહેસૂલના પ્રશ્નોને લઈને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા DILR કચેરી ખાતે ધરણા યોજીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મંચનો આરોપ છે કે ખેડૂતોના યોગ્ય પ્રશ્નોનું નિરાકરણ થતું નથી અને તેમને મહેસૂલના કામ માટે કચેરીના ધક્કા ખાવા પડે છે.
ખેડૂતોને DlLR કચેરીમાં ધક્કા ખાવા પડે છે
રિ-સર્વેની કામગીરીમાં વાંધા રજૂ થયા હોવા છતાં DILR કચેરી દ્વારા કોઈ સુધારા કરવામાં આવ્યા નથી અને કચેરીનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. દલિત અધિકાર મંચે એવો પણ આક્ષેપ કર્યો છે કે કચેરીમાં કંપનીઓના કામ ઝડપથી થાય છે, પરંતુ ખેડૂતોના કામ થતા નથી.













