ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ઝડપી પાડવા માટે લાંચ રૂશ્વત બ્યુરો સક્રિય છે. રાજ્યમાં છાશવારે લાંચ માગતા અધિકારીઓ ACBના હાથે ઝડપાય છે. ત્યારે કસ્ટમ વિભાગનો કર્મચારી ACBના હાથે લાંચ લેતા ઝડપાયો છે. ACBએ વર્ગ-3ના કર્મચારી જીગ્નેશ કેશવને 9850 રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યો છે. આરોપીએ કંડલા પોર્ટના ગેટથી ટ્રકને બહાર કાઢવા લાંચ લીધી હતી.
એક ટ્રકને ગેટ પરથી બહાર કાઢવા 50 રૂપિયા લેખે લાંચ માગી













