અમદાવાદ એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ અનેક વખત ટેકનિકલ કારણોને કારણે આ કંપનીની ફ્લાઈટો રદ કરવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. કચ્છમાં ભુજ એરપોર્ટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ ટેકનિકલ કારણોને કારણે રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતાં.


એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છના ભુજ એરપોર્ટથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ફ્લાઈટ ટેક ઓફ થાય તે પહેલા જ રદ કરી દેવાઈ હતી. ફ્લાઈટમાં ખામી સર્જાતા તેને રદ કરવામાં આવી હતી. જેના કારણે એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતાં. ફ્લાઈટ રદ થવાને કારણે ભુજ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ઘણા મુસાફરોને મહત્વના કામકાજ અર્થે મુંબઈ પહોંચવાનું હોવાથી તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતમાં બે દિવસમાં ફ્લાઈટ રદ થવાનો આ બીજો બનાવ

ગુજરાતમાં સતત બે દિવસથી ફ્લાઈટ રદ થવાનો આ બીજો બનાવ છે. અમદાવાદમાં પણ એરપોર્ટથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે ટેક ઓફ રદ કરી દેવાયુ હતું. જેના કારણે એરપોર્ટ પર મુસાફરો રઝળી પડ્યા હતાં. ફલાઈટમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દેવાયા હતાં.મુસાફરો એરપોર્ટ પર અટવાઈ પડતાં અનેક સવાલો ઉભા થયા હતાં. ગત જુલાઈ માસમાં પણ ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી.


  • Follow us on: