ગુજરાતના દરિયા કિનારે થોડા સમયથી કન્ટેનર તણાઈને આવ્યા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. તાજેતરમાં ભરૂચ જિલ્લાના કતપોર ગામના દરિયા કિનારે એક મોટું કન્ટેનર તણાઈને આવ્યું હતું. કિનારે કન્ટેનર દેખાતા લોકોએ પોલીસને જાણ કરી હતી. હવે કચ્છના દરિયા કિનારે 3 કન્ટેનર તણાઇને આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. કોસ્ટગાર્ડ અને પોલીસે કન્ટેનર બાબતે તપાસ શરૂ કરી છે.
કન્ટેનરમાં ગેસ કે કેમિકલ હોવાનું અનુમાન













