ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. બીજી તરફ પશુઓમાં લમ્પી વાયરસનો ખતરો સામે આવ્યો છે. ત્યારે કચ્છમાં પશુઓ માટે સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે ચેડા થયા હોવાની વિગતો સામે આવી છે. સારવાર કેમ્પમાં એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓ આપવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે.


સારવાર કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે ચેડાં

પ્રાપ્ત વિગતો પ્રમાણે કચ્છમાં ભુજના પધ્ધર ગામે જાતીય પશુ આરોગ્ય સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પશુઓની સારવાર કરવામાં આવી હતી. હાલમાં ચાલી રહેલા લમ્પી વાયરસ સહિત પશુઓમાં થતાં રોગો અંગે સારવાર માટે કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પશુઓના આરોગ્ય સાથે ચેડાં થયા હોવાની વિગતો સામે આવી છે. પશુઓને એક્સપાયરી ડેટ ધરાવતી દવાઓ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પધ્ધર ગામના સરપંચ રાજેશ આહિરે દવાઓની પોલ ખોલતા અનેક સવાલો ઉભા થયાં છે.

જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માગ

પધ્ધર ગામના સરપંચ રાજેશ આહિરે આ સારવાર કેમ્પમાં પશુઓને એક્સપાયરી ડેટ વાળી દવાઓ આપી પશુઓના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હોવાની પોલ ખોલી હતી. ત્યાર બાદ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી. આ ઘટના બાદ પશુપાલન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતાં અને સમગ્ર બાબતે તપાસ હાથ ધરી હતી. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને દવા અંગે તપાસ હાથ ધરી હતી.


  • Follow us on: