ગુજરાતમાં એક તરફ શ્રાવણ માસના તહેવારોની ઉજવણી ચાલી રહી છે. બીજી બાજુ શ્રાવણિયા જુગારની પણ મોસમ ખીલી ઉઠી છે. નાના જુગારીયા તો પોલીસના હાથે ઝડપાઈ રહ્યાં છે પણ હાઈ પ્રોફાઈલ લોકો પણ જુગાર રમતા પકડાયા છે. કચ્છ જિલ્લામાં પોલીસે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું છે. ભુજની રેજન્ટા હોટેલમાં ચાલી રહેલા જુગારધામ પર પોલીસે રેડ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
ભુજની રેજન્ટા હોટલમાં જુગારધામ પર પોલીસના દરોડા













