દરેક ગામમાં અલગ-અલગ તલાટી ફરજ બજાવતા હોય છે અને ગામના લોકોના સરકારી કામકાજની જવાબદારી તલાટીના શિરે હોય છે, ત્યારે તલાટી જો ગુલ્લી મારે તો ગામના લોકોના કામ કોણ કરશે, આ વાતની સરપંચોને પણ જાણ હોય છે તેમ છત્તા સરપંચ પણ આવા તલાટીઓને છાવરતી હોય છે, તપાસમાં તલાટી ગેરહાજર મળતા કાર્યવાહી કરવામાં આવી છે અને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે.
તલાટી હાજર ન રહેતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી
કચ્છમાં ગેરહાજર રહેવા બદલ 13 તલાટીને નોટિસ આપવામાં આવી છે, DDO અને TDOના માર્ગદર્શનમાં ખાસ ટિમો બનાવી આકસ્મિક તપાસ કરાઈ હતી અને આકસ્મિક તપાસમાં તલાટી ગેરહાજર જોવા મળતા કાર્યવાહી કરવામાં આવી છે, 13 તલાટીને કારણદર્શક નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે, તલાટી સહમંત્રીઓ ફરજમાં હાજર નહિ રહેતા હોવાની ફરિયાદો બાદ કાર્યવાહી કરવામાં આવી છે, યોગ્ય ખુલાસો નહીં કરવામાં આવેતો પગાર કપાત કરવા સહિતના પગલાં ભરવામાં આવશે તેવી પણ માહિતી સામે આવી છે.













