કચ્છના આદિપુર શહેરમાં સેન્ટ ઝેવિયર સ્કૂલ પાસે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં વીજળીના થાંભલા અચાનક ધરાશાયી થતાં લોકોમાં ભય અને રોષ ફેલાયો છે. આ ઘટના એવા સમયે બની જ્યારે શાળા છૂટવાનો સમય હતો અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓની અવરજવર ખૂબ જ વધુ હતી. સદનસીબે, કોઈ જાનહાનિ થઇ ન હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
લોકોમાં ભારે રોષ













