કચ્છ નહી દેખાતો કુચ નહિ દેખા ગુજરાત ટુરીઝમ વિભાગ જાહેરાત પ્રવાસીઓ ભારે આકર્ષણ ઉભું કર્યું છે. આ વર્ષે દિવાળીના તહેવાર સાથે કચ્છમાં પ્રવાસીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું છે, કચ્છના પર્યટક સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી છે, જેના કારણે કચ્છનો ટુરીઝમ ઉધોગ ફરીવાર ધમધમતો થયો છે. 


દિવાળીના વેકેશન લઈને કચ્છમાં પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે

ભુજમાં આવેલી તમામ હોટલ અને રિસોર્ટ હાઉસફૂલ જોવા મળી રહ્યા છે, ભુજમાં આવેલા પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે, આયનામહેલ, પ્રાગમહેલ, સ્વામિનારાયણ મંદિર , કચ્છ મ્યુઝિયમ સહિતના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી રહી છે તેમજ કચ્છનું સફેદરણ, કાળોડુંગર, માંડવી બીચ, ધોળાવીરા, ભુજમાં આવેલા આયના મહેલ અને પ્રાગહેલ સહિતના સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યા છે, કચ્છની મુલાકાતે આવતા પ્રવાસીઓ કહી રહ્યા છે કે, કચ્છ નહિ દેખાતો કુચ નહિ દેખા.

ધોરડો નજીક 1600 ટેન્ટ તૈયાર કરવામાં આવશે

ધોરડો નજીકના સફેદ રણનો નજારો પ્રવાસીઓને આકર્ષી જતાં અને ગુજરાત સરકારે શરૂ કરેલા ‘રણોત્સવ’ને અકલ્પનીય સફળતા મળતા રાજ્ય સરકારે આ તક ઝડપી લઇને એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કર્યો છે એટલું જ નહીં પણ તેનો અમલ પણ શરૂ કરી દેતાં સંભવત: ચાલુ વર્ષથી અથવા તો 2026નાં આરંભથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ધોરડોમાં જ્યાં એક ટેન્ટ સિટી છે તેની સામે એકી સાથે ચાર નવી ટેન્ટ સિટી શરૂ થશે રાજ્ય સરકારે માળખાગત કામગીરી પૂર્ણ કરી, હવે ટેન્ડર બહાર પડવાની તૈયારીમાં છે. 7.80 લાખ ચો.મી. વિસ્તારમાં 1600 ટેન્ટ તૈયાર કરવામાં આવશે.


  • Follow us on: