ગુજરાતના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના ભુજના ભારતનગર પ્રાથમિક શાળા માંથી સામે આવી છે. સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા આજે વિધાર્થીઓએ સામૂહિક ડ્રોપ આઉટ કર્યો છે. ભારતનગરમાં વિધાર્થીઓની સંખ્યા વધુ હોવાના કારણે વર્ષ 2019માં અહીં ભારતનગર પેટા શાળા શરૂ કરવામાં આવી હતી. છેલ્લા છ વર્ષથી વાલીઓ સ્વતંત્ર શાળાના દરજ્જા માટે માંગણી કરી રહ્યા હતા. પરંતુ અનેક વખતની રજૂઆતો બાદ પણ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નહોતી. પરિણામે આજે 154 જેટલા વિદ્યાર્થીઓ પોતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર કઢાવીને સામૂહિક ડ્રોપ આઉટ કર્યું હતું.


અનેક વાર રજૂઆતો કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા વાલીઓ રોષે ભરાયા

ભુજના ખાવડા રોડ પર આવેલા આંબેડકર પ્રાથમિક શાળામાં 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે તેની પેટા શાળામાં ભારતનગરમાં 154 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા કોઈ સુવિધા નહીં હોવાના કારણે વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરી રહ્યા છે. વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગમાં સ્વતંત્ર શાળા માટે અનેક વખત રજૂઆતો કરાઈ હતી. આ રજૂઆતો બાદ કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા રાજ્યકક્ષાએ દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજય સરકારે દરખાસ્ત ના મંજુર કરતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આખરે શાળાના તમામ વિદ્યાર્થીઓનું સામૂહિક ડ્રોપ આઉટ કરવાનો નિર્ણય લીધો હતો. જેથી રોષે ભરાયેલા વાલીઓએ આજ સવારથી જ શાળાએ પહોંચીને બાળકોના સ્કૂલના સર્ટીફીકેટ કઢાવાની શરૂઆત કરી દીધી હતી.

સ્વતંત્રશાળાની માંગને લઈને વાલીઓ લડી લેવાના મૂડમાં

અત્યાર સુધીમાં 36 જેટલા વિધાર્થીઓના નામ કમી કરવામાં આવ્યા છે. એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ જેવા તાયફા યોજી રહી છે. જ્યારે બીજી બાજુ વિધાર્થીઓને ભણવા માટે ઓરડાની સુવિધા પણ સરકાર દ્વારા આપતી નથી. વાલીઓ હવે સ્વતંત્રશાળાની માંગને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આગામી સોમવારે વાલીઓ અને વિધાર્થીઓ કલેક્ટર મળીને લેખિત રજુઆત કરશે..

  • Follow us on: