શિક્ષકો વગર ચાલતી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માટે અત્યાર સુધી ઘણા વિરોધ પ્રદર્શનો થયા છે. પરંતુ કચ્છના મુન્દ્રા તલુકા પંચાયતના પ્રાંગણમાં એનએસયુઆઈ દ્વારા એક અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે. એનએસયુઆઈના કાર્યકરો દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હવન કરીને અનોખો વિરાધ નોંધાવ્યો છે. શિક્ષકોની ભરતી ન કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.


હોદ્દેદારોને સદબુદ્ધી અપાવવા માટે કર્યો હવન

જેને કારણે એનએસયુઆઈના કાર્યકરોએ આ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શિક્ષકોની ભરતી ન કરનારા હોદ્દેદારોને સદબુદ્ધી અપાવવા માટે હવન કરીને આ વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હવન કરતા એનએસયુઆઈના કાર્યકરોએ ભરતી મુદ્દે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. શિક્ષકોની ભરતી નહીં કરાતા એનએસયુઆઈએ આ અનોખો વિરોધ કરીને કહ્યું હતું કે ભગવાન શંકર હોદ્દેદારોને સદબુદ્ધિ આપે તે માટે તેઓએ હવન કરીને ભગવાનને પ્રાર્થના કરી છે.

વારંવાર કરાઈ હતી રજૂઆતો

જેથી કદાચ હોદ્દેદારોને સદબુદ્ધિ મળે અને બાળકોનું ભવિષ્ય સુધરે. આવા અનોખા વિરોધ પ્રદર્શન પછી હવે જોવુ રહ્યું કે સરકાર આ વિરોધ પર શું પ્રતિક્રિયા કરે છે. વહેલી તકે શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરાય તેવી માંગ કરવામાં આવી હતી. અનેક વાર રજૂઆતો કરવા છતાં સરકાર દ્વારા આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


  • Follow us on: