કચ્છની ધરા મહિનામાં બીજી વખત ધ્રુજી છે. કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. બપોરે 12:29 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભચાઉથી 10 કિમી દૂર મેઘપરમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. ગત 17 જુલાઈના આજ કેન્દ્રબિંદુ પર 3.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
કચ્છમાં 3.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો













