કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના નાડાપા ગમે એક દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં ગામના એક કોતરમાં ડૂબી જવાથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.


વ્યક્તિ ડૂબી જતા મોત

મળતી જાણકારી અનુસાર, આ વ્યક્તિ કોતરમાં ન્હાવા માટે પડ્યો હતો. જોકે, પાણીના ઊંડાણ કે પ્રવાહનો અંદાજ ન હોવાથી અથવા અન્ય કોઈ કારણસર તે વ્યક્તિ પાણીમાં ગરકાવ થઇ ગયો અને ડૂબી જવાથી તેનું મોત થયું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો દ્વારા મદદ માટે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે ડૂબી ગયેલા વ્યક્તિના મૃતદેહને કોતરમાંથી બહાર કાઢ્યો હતો.

ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો

ચોમાસાની ઋતુમાં નદી-નાળા અને કોતરોમાં પાણીનો પ્રવાહ વધતો હોય છે. આવા સમયે, સ્થાનિકો અને ખાસ કરીને બાળકોને પાણીવાળા વિસ્તારોથી દૂર રહેવા અથવા અત્યંત સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવે છે. આ દુર્ઘટના એક ગંભીર ચેતવણીરૂપ છે કે, કુદરતી જળાશયોમાં ન્હાવા જતી વખતે પૂરતી કાળજી રાખવી અનિવાર્ય છે. જેથી આવા દુઃખદ બનાવોને ટાળી શકાય.


  • Follow us on: